કચ્છ યુનિ.એ આઠ સભ્યોનું ખાસ ફરિયાદ સેલ રચ્યું

ભુજ, તા. 30 : કોરોનાના કારણે ઉદ્ભવેલી સ્થિતિને ધ્યાને લઈ કચ્છ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની પરીક્ષા તેમજ અન્ય શૈક્ષણિક બાબતોની ફરિયાદના નિવારણ માટે આઠ સભ્યોના વિશેષ ફરિયાદ સેલની રચના કરી છે.કચ્છ યુનિ.ના રજિસ્ટ્રારે જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે, આ ફરિયાદ સેલમાં ડો. પી.એસ. હીરાણી, ડો. ગિરીન બક્ષી, ડો. કાશ્મીરા મહેતા, ડો. આર. વી. બસિયા, ડો. જયદીપસિંહ ગોહિલ, ડો. તેજલ શેઠ, ડો. અમર મહેતા અને મિલિંદ સોલંકીનો સમાવેશ કરાયો છે. આ સેલ સમક્ષ જે કોઈ પણ ફરિયાદ આવશે તેનાં નિરાકરણ માટેના પ્રયાસો કરાશે, તેવો યાદીમાં ઉલ્લેખ કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer