ખાવડા પચ્છમમાં વીજ ધાંધિયાથી નાગરિકો પરેશાન

ખાવડા (તા. ભુજ), તા. 30 : ખાવડા-પચ્છમ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી વીજધાંધિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. સખત ગરમીને કારણે વારંવાર વીજપુરવઠો બંધ થતાં ખૂબ જ નારાજગી ફેલાઈ છે. ઉપરાંત ધંધા-રોજગાર સાંજે ચાર સુધી હોતાં પુરવઠામાં વારંવારના વિક્ષેપથી ધંધાર્થીઓને પણ સમસ્યા સતાવી રહી છે. ખાવડા પીજીવીસીએલ જુનિયર ઈજનેરનો ફોન પર સંપર્ક કરતાં અવાર-નવાર ફોલ્ટ થતાં સમસ્યા સર્જાતી હોવાનું જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ અહીંનો મહદ્ સ્ટાફ ભુજ રહે છે અને સાંજે રવાના થઈ જાય છે અને સવારે નવ પછી આવે છે જેથી સાંજ પછી એકલદોકલ લાઈન સ્ટાફથી કામ ચલાવવામાં આવે છે. સ્ટાફ મનમાની કરતું હોઈ અધિકારીના વશમાં ન હોતાં લોકરોષનો ભોગ અધિકારીને બનવું પડે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer