વીજબિલ ભરવાની મુદ્દત 30મી જૂન સુધી લંબાવવાની માગણી

ગાંધીધામ, તા. 30 : સરકાર દ્વારા તા. 31/5 સુધી વીજબિલ ભરવા ફરમાન જારી કરાયું છે. જેની  સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રીએ વિરોધ નોંધાવ્યો હતો.સમિતિના મંત્રી કપિલ પાંધીએ એક યાદીમાં કહ્યું હતું કે લોકડાઉનના કારણે  અનેક પરિવારોનું આર્થિક બજેટ ખોરવાયું છે. સરકારે વીજબિલ મુદ્દે  લીધેલો નિર્ણય પ્રજાવિરોધી અને કઠોર છે.  હજુ પણ અનેક ઘરોમાં વીજબિલ પહોંચ્યાં નથી. આવી સ્થિતિમાં લોકો કેવી રીતે બિલ ભરી શકે ? આ નિર્ણય ઉપર ફેર વિચારણા કરી  સરકારે વીજબિલ ભરવાની અવધિ તા.30 જૂન સુધી લંબાવવા  તેમણે માંગ કરી હતી.  જો  આ અંગે યોગ્ય  નિર્ણય નહીં લેવાય તો કોંગ્રેસ દ્વારા  ગાંધી ચિંધ્યા માર્ગે  કાર્યવાહી કરાશે તેવી ચીમકી તેમણે પત્રમાં ઉચ્ચારી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer