કચ્છના દરેક ધાર્મિક સ્થાનોને ખોલવા કરણીસેનાએ કરી માંગ

કચ્છના દરેક ધાર્મિક સ્થાનોને ખોલવા કરણીસેનાએ કરી માંગ
ભુજ, તા. 29 : વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સર્જાયેલા લોકડાઉન થકી બંધ પડેલા કચ્છના દરેક ધાર્મિક સ્થાનોને ખોલવા કરણીસેનાએ મુખ્યમંત્રીને પાઠવેલા આવેદન પત્રમાં માંગ કરી છે. જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ વડાપ્રધાન દ્વારા ચોથા લોકડાઉનમાં બસ, ટ્રેન, વિમાની સેવા, પાન, બીડી, માવા સહિતની તબક્કાવાર છૂટછાટ અપાઇ રહી છે ત્યારે લાંબા સમયથી બંધ પડેલા લોકોના આસ્થાસ્થાન સમા દેવસ્થાનો, મસ્જિદો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે સ્થળે સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પાલન સાથે ખોલવા દેવામાં આવે તેવી માંગ કરણીસેનાના પ્રમુખ જાડેજા વીરભદ્રસિંહ અને રાજપૂત કરણીસેનાના સંરક્ષક મેરૂભા જાડેજા દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ધાર્મિકસ્થાનો બંધ રહેતાં તેમના પર આધારિત અનેક પૂજારી પરિવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે, તેમ જ્યાં દવા કામ નથી આવતી ત્યાં દુઆ કામ આવે છે તેથી ધાર્મિક સ્થળો ખોલવા માંગ કરાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer