રાપરમાં પાણી મુદ્દે 60 સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 29 : રાપર નગરપાલિકામાં પાણી અંગે રજૂઆત કરવા આવેલા મહિલા ધારાસભ્યના પતિ સહિત 50થી 60 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.રાપર નગરમાં અમુક જગ્યાએ પાણીની તંગી હોવાથી કોંગ્રેસી અગ્રણી અને ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ એવા ભચુભાઇ ધરમશી આરેઠિયા, રાપર શહેર કોંગ્રેસના પ્રમુખ મિતુલ જયંતીલાલ મોરબિયા, તાલુકા પંચાયતના સભ્ય કાંતિલાલ રામજી ઠક્કર, દિનેશભાઇ કારોત્રા (નગરપાલિકા વિરોધપક્ષના નેતા), કાઉન્સિલર દિનેશ ભચુ ચંદે, રાપર શહેર મંત્રી રોહિત પ્રભુલાલ ઠક્કર તથા કોંગ્રેસી કાર્યકર્તા મહેશ કરશન ઠાકોર, રમેશ ચાવડા તથા 50થી 60  અન્ય લોકો રાપર નગરપાલિકામાં આવ્યા હતા.આ લોકોએ પાલિકાના મુખ્ય અધિકારી મેહુલ જે. જોધપુરાને આવેદનપત્ર આપ્યું હતું. આ વેળાએ મુખ્ય અધિકારીએ આ લોકોને સામાજિક અંતર રાખવા અપીલ કરી હતી, તેવું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. તેમ છતાં આ લોકોએ સાંજે પાંચ વાગ્યે મુખ્ય અધિકારીને આવેદનપત્ર લેવાની ફરજ પાડી સામાજિક અંતર જાળવ્યું ન હતું. આ તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ?ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer