વેગીલા પવનો થકી ધૂળે નહાતું કચ્છ

વેગીલા પવનો થકી ધૂળે નહાતું કચ્છ
ભુજ, તા. 28 : ભેજના વધેલા પ્રમાણ વચ્ચે જિલ્લામાં વેગીલો પવન ફૂંકાવવાનું જારી રહેતાં ઠેરઠેર ધૂળની ડમરીઓ ઊડી હતી. તીવ્ર ગતિએ ફૂંકાઈ રહેલા પવને ગરમીમાં તો રાહત આપી પણ ધૂળિયા માહોલના કારણે વાહનચાલકો અને રાહદારીઓની સાથે દમ-અસ્થમા જેવી બીમારી ધરાવતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જિલ્લામાં સતત બીજા દિવસે સરેરાશ 16થી 26 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. સૂરજબારીથી લઈ કોટેશ્વર સુધી વેગીલા પવને રજાવરણની સ્થિતિ સર્જી દીધી હતી. કંડલા (એ)માં 41.4, રાપરમાં 41, ખાવડામાં 40, કંડલા પોર્ટમાં 39 તો ભુજમાં મહત્તમ પારો 38.5 ડિગ્રીએ અટક્યો હતો. તો લઘુતમ પારો 27થી 29 ડિગ્રી વચ્ચે રહેતાં રાત્રિના સમયે ઉકળાટ અનુભવાયો હતો. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન સર્જાયું છે જે લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતા વચ્ચે હજુ બેએક દિવસ પવન હજુ વધુ ગતિએ ફૂંકાવવાનું જારી રહેશે તેવો વર્તારો વ્યક્ત કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer