રાપરમાં પોઝિટિવ કેસમાં લોકલ સંક્રમણની ચર્ચાથી ભયનું મોજું

રાપરમાં પોઝિટિવ કેસમાં લોકલ સંક્રમણની ચર્ચાથી ભયનું મોજું
રાપર, તા. 28 : અહીંના આજે કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા તે લોકલ સંક્રમણના હોવાની ચર્ચાથી લોકોમાં ભયનું મોજું પ્રસર્યું હતું. શહેરની દુબરિયા વાડીમાં રહેતા મહિલાનું ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં મૃત્યુ થયું તેમના રહેણાક વિસ્તારને આરોગ્ય નગરપાલિકા અને પોલીસતંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને તેમના પરિવારના લોકો સંક્રમણમાં આવ્યા છે કે કેમ તેની તપાસ આદરાઈ હતી. બીજા પોઝિટિવ કેસવાળા મહિલા વાઘેલાવાસના રહેવાસી છે પણ લાંબા સમયથી સામખિયાળી રહે છે. તે રાપર ખાતે સાવલા હોસ્પિટલમાં છાતીમાં દુ:ખાવો થતાં સારવાર અર્થે આવ્યાં હતાં ત્યારે પરિવારના સદસ્યોને ડોડિયાવાસ અને અન્ય સ્થળે મળ્યા હતા. આથી આ મહિલા જે જે સ્થળે ગયા હતા તે વિસ્તારમાં આરોગ્યતંત્ર દ્વારા તપાસ કરી કવોરેન્ટાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કન્ટેઈનમેન્ટ ઝોનની ટીએચઓ ડો. પૌલ, ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, પોલીસ ઈન્સ્પેકટર આર.એમ. વસાવા, પીએસઆઈ એચ.એમ. પટેલ, વાય. જે. ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આમ વાગડ વિસ્તારમાં આજે બે પોઝિટિવ કેસ સહિત કુલ પાંચ કેસ નોંધાયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer