કચ્છમાં વધુ છ દર્દી હોસ્પિટલેથી ઘેર પહોંચ્યા

ગાંધીધામ/મુંદરા, તા. 28 : કોરોના વાયરસના સંક્રમણમાં સપડાયેલા દર્દીઓ પૈકી આદિપુરની  હરિઓમ કોવિડ-19  હોસ્પિટલમાં સારવાર  લઈ  રહેલા વધુ ત્રણ તથા  મુંદરાની ઓલાયન્સ હોસ્પિટલમાંથી નલિયા-કોઠારા સહિતના ત્રણ મળીને આજે કુલ છ લોકોએ   કોરોનાને મ્હાત આપી હતી. સ્વસ્થ થયેલા આ દર્દીઓને અભિવાદન સાથે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. આદિપુરની હરિઓમ કોવિડ-19  હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ પૈકી  છેલ્લા એક અઠવાડિયામાં13 દર્દીઓ સ્વસ્થ થતાં તેને રજા અપાઈ હતી. આજે સવારે  જેનિશ ભરત મનાણી (ઉ.3 માસ), મનીષા સુનીલ ગુપ્તા (ઉ.27), જીલ સુરેશ સથવારા (ઉ.19) સહિત વધુ 3 દર્દીઓ કોરોનાને હરાવીને  સાજા  થાય હતા. આરોગ્ય  કર્મચારીઓ સહિતના સ્ટાફે ફૂલ અને તાળીઓના ગડગડાટ  સાથે આ  દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાંથી વિદાય આપી હતી. પૂર્વ કચ્છના કોવિડ-19 આરોગ્ય કેન્દ્રમાંથી કોરોના શિકાર બનેલા કુલ 16 દર્દીઓને રજા  અપાઈ છે. હાલમાં 21 દર્દી સારવાર હેઠળ હોવાનું  જાણકારોએ કહ્યંy હતું. મુંદરા હોસ્પિટલમાંથી રજા અહીંની એલાયન્સ હોસ્પિટલમાંથી ગઈકાલે કોરોનાના પોઝિટિવ બે દર્દીઓને રજા મળ્યા બાદ આજે બપોરે 1 વાગ્યે ત્રણ જણને રજા અપાઈ હતી. જેમાં 26 વર્ષની બે યુવતી અને 44 વર્ષીય પુરુષ સ્વસ્થ   થતાં તાળીઓના અભિવાદન સાથે તેમને વિદાય  અપાઈ હતી. એલાયન્સ હોસ્પિટલના તબીબ ડો. મગનભાઈ ચૌધરીએ વિગત આપતાં જણાવ્યું હતું કે તા. 18-5ના ત્રણ દર્દી દાખલ થયા હતા અને આજે 10 દિવસ પૂર્ણ થતાં પૂર્ણ સ્વસ્થતા સાથે રજા અપાઈ હતી. હાલે 5 દર્દી હોસ્પિટલમાં દાખલ છે જ્યારે અન્ય એક દર્દી ઓકિસજન પર છે.ડો. પૂજા ગોસ્વામી, ડો. નિકુંજ ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર ગિરિવર બારિયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટિયા તથા હોસ્પિટલના અન્ય તબીબો, પેરામેડિકલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer