નર્મદા બ્રાંચ નહેરનો સ્ટાફ લાંબો સમય બહાર રહેવાથી કચ્છનાં કામોને અસર

ભચાઉ, તા. 28 : કોરોના વાયરસ લોકડાઉનને લઈ કચ્છમાં આવેલી નર્મદા કેનાલ બ્રાંચની અનેક કચેરીનો સ્ટાફ દક્ષિણ-ગુજરાત, વડોદરા, ભરૂચ, સુરત, તાપી બાજુનો છે, જેમાં કેટલાક તો પ0 વર્ષથી ઉપરની વયના છે. તેમને આ તરફ આવવામાં થતી મુશ્કેલીમાં રાજ્ય સરકાર વ્યવહારુ ઉપાય સૂચવે તે જરૂરી છે. કચ્છમાં નર્મદા કચ્છ બ્રાંચ કેનાલના સબડિવિઝન,  ડિવિઝનો, સર્કલ વગેરેની વિવિધ કચેરીમાં 90 ટકા સ્ટાફ બહારનો છે, જે લાંબો વખત બહાર રહી જતાં કચ્છની જીવાદોરી નર્મદાનાં કામોને મોટી અસર થવા સંભવ છે. અગાઉ આવેલા કર્મચારી અને 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈન થયા. કેટલાક બાય કાર સરકારી આંટીઘૂંટીમાંથી પસાર થઈ કચ્છમાં આવે છે ત્યારે મોટી ઉમરના વહીવટી અને ટેકનિકલ કર્મચારી પ0ની વય ઉપરના સખત તાપ લૂમાં વાહનથી આવતાં બીમાર થાય છે. અહીં એકલા રહેતા હોવાથી સારવારની તકલીફ થાય છે. કચ્છનું નર્મદાકાર્ય સારી રીતે આગળ વધે, કોરોના વાયરસ વચ્ચે બધું સમુંસુતરું ચાલે તેવી ગોઠવણ થાય તો ઈજનેરો, અધિકારી, ક્લેરિકલ સ્ટાફ કચ્છમાં આવી શકે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer