રાપરની મહિલાનું મૃત્યુ કોરોનાથી ન થયાનું જણાવતી તબીબી પેનલ

ભુજ, તા. 28 : રાપરના 30 વર્ષીય મહિલાનું કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુ થયું હતું. તેના મૃત્યુનાં કારણ જાણવા નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા ડેથ ઓડિટ કરીને જાહેર કરાયું છે કે, મૃત્યુનું કારણ કોવિડ-19 નથી પણ ગર્ભનું અઠવાડિયા-10 દિવસ પહેલાં થયેલા મૃત્યુનાં કારણે માતાને લિવર -કિડનીમાં ગંભીર તકલીફ અને લોહી ગંઠાવાની પ્રક્રિયા બંધ થવાનાં કારણે થયું છે. જિલ્લા વિકાસ અીધકારી પ્રભવ જોશીના જણાવ્યા મુજબ ડેથ ઓડિટ પ્રક્રિયા હાથ ધરાઈ છે. તે બાબતે સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચે જણાવ્યું કે તેમની સાથે જી. કે. જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડો. નિમિષ પંડયા, એડિ. મેડિ. સુપરિ. ડો. નરેન્દ્ર હીરાણીની પેનલે તપાસ કરી જિલ્લા વહીવટી તંત્રને રિપોર્ટ આપ્યો હતો.ડો. બૂચે વધુમાં જણાવ્યું કે આ મહિલા મુંબઈથી રાપર આવ્યાં હતાં. આ તેમની ત્રીજી પ્રસૂતિ હતી. રાપરમાં 14 દિવસ ક્વોરેન્ટાઈન હતા. પૂરા મહિના હતા. તકલીફ થતાં રાપરમાં ડોકટરને બતાવતાં અઠવાડિયા-દસ દિવસ અગાઉ ગર્ભાશયમાં ગર્ભનું મૃત્યુ થયાનું જણાવ્યું હતું. તા. 27/પના સુવાવડનું દર્દ ઉપડતાં ગાંધીધામ રિફર કરાયાં, ત્યાં સાંજે પાંચ વાગ્યે જી. કે. જનરલમાં આવતાં સોનોગ્રાફી સહિતની તપાસમાં ગર્ભાશયમાં બાળક જીવિત ન હોવાનું  જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer