ગ્રામીણ લોકો પીવાનાં પાણીની ફરિયાદ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1916 ઉપર નોંધાવી શકશે

ભુજ, તા. 28 : ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે 1916 ટોલ ફ્રી નંબર કાર્યરત છે. ટોલ ફ્રી નંબર ઉપર પીવાના પાણી અંગેની ફરિયાદો નોંધવાની વ્યવસ્થા 24 કલાક કાર્યરત છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગતી ફરિયાદો જેવી કે, હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યકિતગત કે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નોંધાવી શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઇ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકે છે.  ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. જેમાં કોઇપણ વ્યકિત |ત.લીષફફાિં.લજ્ઞદ.શક્ષ વેબસાઈટ ગયૂ ઈજ્ઞળાહફશક્ષાિં સેકશન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઇ કિસ્સામાં ટોલ ફ્રી નંબર 1916 વ્યસ્ત જણાય તેવા કિસ્સામાં અન્ય નંબર 1800 233 3944 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer