સરલીના હત્યાના પ્રયાસના કેસમાં નિયમિત જામીન અપાયા

ભુજ, તા. 28 : તાલુકાના સરલી ગામે બનેલા હત્યાના પ્રયાસના કેસમાં આરોપી ગામના ફૈઝલ જુશબ કુંભારને જિલ્લા અદાલત દ્વારા નિયમિત જામીન આપતો આદેશ કરાયો હતો.  અવાર-નવાર બોલાચાલી અને બબાલ કરવાના મામલે સમજાવટ કરવા જતાં કેસના ફરિયાદી અબ્દુલ્લભાઇ મીઠુભાઇ રાયમા ઉપર છરી વડે હુમલો કરીને તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો.  આ કેસમાં આરોપી ફૈઝલ માટે નિયમિત જામીન અરજી મુકાઇ હતી. જેની સુનાવણી અત્રેના અધિક સેશન્સ જજ સમક્ષ થઇ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષને સાંભળી આરોપીને નિયમિત જામીન આપતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે આર.એસ.ગઢવી અને સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી. ગોસ્વામી હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer