સુજલામ-સુફલામ યોજનામાં નીકળેલી માટી ખાનગી કંપની પોતાના જ ઉપયોગમાં લઈ શકે ?

જખૌ (તા. અબડાસા) તા. 28 : અબડાસાના જખૌ અને કોસા ગામમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડા કરવાના કામની માટી ખાનગી કંપની દ્વારા કંપનીના ઉપયોગ માટે લઈ જવામાં આવતાં તેનો વિરોધ કરાયો છે. આ અંગે માછીમાર અને બોટ એસોસીએશનના પ્રમુખ અબ્દુલાશા પીરજાદાના જણાવ્યા અનુસાર જખૌ સોલ્ટ કંપની દ્વારા જખૌ ગામે 3 અને કોસા વિસ્તારમાં 2 સહિત કુલ પાંચ તળાવોનું કામ ચાલુ છે. તળાવ ઊંડા ઉતારતી વખતે જે માટી નીકળે છે તે ખાનગી કંપની લઈ જાય છે અને તેનો ઉપયોગ પારા બનાવવામાં અને રસ્તો બનાવવામાં કરે છે જે ગેરકાનૂની છે. આ અંગે તેઓ કહે છે કે અમે મંજૂરી મેળવી છે. કયા ખાતાએ મંજૂરી આપી છે તે સ્પષ્ટ નથી. તળાવમાંથી નીકળતી માટીનો ઉપયોગ ગામના વિકાસ કામોમાં કરવાનો સ્પષ્ટ નિયમ હોવા છતાં ખાનગી કંપની દ્વારા માટી પોતાના (કંપનીના) કામોમાં ઉપયોગમાં લેવાય છે, જેથી વિરોધ વ્યક્ત કરી તપાસની માગણી કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer