મોટા આસંબિયાના સરપંચ સામે આરોગ્ય સ્ટાફને ધમકી આપ્યાની રાવ

ભુજ, તા. 28 : માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામના સરપંચ આલમશા સૈયદ સામે મુંબઈ રેડ?ઝોનમાંથી આવેલી વ્યક્તિને પ્રા. શાળામાં ઈન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઈન કરવા ગયેલા આરોગ્ય કર્મચારીને ધમકી આપવાની ફરિયાદ કરાઈ હતી. મુંબઈથી આવેલી વ્યક્તિ ક્વોરેન્ટાઈન થવા ન  આવતાં અને સંરપંચે નાના આસંબિયા પ્રા.આ. કેન્દ્ર ખાતે જઈ તબીબ અને સ્ટાફ સાથે ધાકધમકી અને ગામમાં ન આવવાનું કહી માર મારવાની  ધમકી આપી હોવાની જિલ્લા પંચાયતને ફરિયાદ કરાતાં તા. 4/6ના બપોરે 12 વાગ્યે હાજર થવા ડીડીઓ દ્વારા કારણદર્શક નોટિસ આપી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer