ગાંધીધામમાં જુગારધામ ઝડપાયું : પાંચ શખ્સ પોલીસ પાંજરે પુરાયા

ગાંધીધામ, તા. 28 : શહેરના શક્તિનગરમાંથી પોલીસે જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન પાંચ વરિષ્ઠ લોકોની અટક કરી રોકડ રૂા. 31,450 જપ્ત કરવામાં આવ્યા હતા. શહેરના શક્તિનગરમાં આવેલા મકાન નંબર ડી-148માં પોલીસે છાપો માર્યો હતો. આ મકાનમાં જુગાર રમતા મહેશ લક્ષ્મણદાસ પારદાસાણી, લખમણ પૂંજા સોલંકી, નરેશ મૂલચંદ રૂચંદાણી, ગોરધન મૂલચંદ રૂચંદાણી અને નરેન્દ્ર ચંદુલાલ સિન્ધી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જુગાર રમતા અને પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 31,450 તથા પાંચ મોબાઇલ એમ કુલ્લ રૂા. 39,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer