કેપ્ટીવ જેટીની નીતિમાં ફેરફારની તૈયારી

ગાંધીધામ, તા. 28 : મહાબંદરો ઉપર કાયમી અંગત વપરાશ માટે જુદી-જુદી કંપનીઓને અલાયદી કેપ્ટીવ જેટી ફાળવાય છે, આ કેપ્ટીવ જેટીની નીતિઓમાં ફેરફાની કેન્દ્ર સરકારે તૈયારી કરી છે. આ માટે 1લી જૂને ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ પણ ભાગ લેશ. દીનદયાળ મહાબંદરે ઈફકો જેવી કંપનીઓને કેપ્ટીવ જેટી અપાઈ છે. અલાયદી આ જેટી ઉપર સંબંધિત કંપની પોતાના માલનું હેન્ડલિંગ કરે છે. ભૂતકાળમાં અનેક જણે ડીપીટી સમક્ષ કેપ્ટીવ જેટીની માગણી કરી હતી, પરંતુ ઘણી નામંજૂર થયેલી છે. હાલના વૈશ્વિક મંદીના કપરા કાળમાં વ્યાપારને આકર્ષવા સરકાર વિવિધ યોજના લાવી રહી છે. આ શ્રેણીતળે જ કેપ્ટીવ જેટીની નીતિમાં સુધારા-વધારા કરવાનું શિપિંગ મંત્રાલયે નક્કી કર્યું છે  જે અંતર્ગત 1લી જૂને વીડિયો કોન્ફરન્સિંગની મદદથી આ અંગે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં ડીપીટી અધ્યક્ષ ભાગ લેશે. એ ઉપરાંત વિવિધ અધિકારીઓ પણ જોડાશે. અલબતત્ત આ નવી સુધારાવાળી નીતિ અંગે અન્ય કોઈ વિગત હજુ પ્રાપ્ત થઈ નથી, પરંતુ સંભવત: આગામી દિવસોમાં વધુ કેટલીક કંપનીઓને કેપ્ટીવ જેટી ફાળવાય તેવી સંભાવના છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer