તમામ તાલુકામાં એકસરખું રાશન વિતરિત કરવાની માંગ

ભુજ, તા. 28 : જિલ્લાના રેશનિંગની દુકાનો પરથી કરાતા રાશન વિતરણમાં એકસૂત્રતા ન જળવાતી હોવાના આક્ષેપ સાથે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિએ તમામ તાલુકામાં સમાન રાશન વિતરણની માંગ કરી છે. અંજાર તાલુકામાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના હોદ્દેદારોની  રજૂઆત બાદ સાત કિ.ગ્રા. ઘઉં અને ત્રણ કિ.ગ્રા. ચોખા વિતરણ કરવાનું શરૂ કરાયું પણ ભુજ સહિતના તાલુકાઓમાં 3.5 કિ.ગ્રા. ઘઉં અને 1.5 કિ.ગ્રા. ચોખા વિતરણી બેવડી નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ કરાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer