કોરોના વચ્ચે ઓસીએ ભારત સામેની ટી-20 અને વન-ડે શ્રેણીનો કાર્યક્રમ પણ જાહેર કર્યો

મેલબોર્ન, તા. 28 : કોરોના વાયરસની મહામારીના ખતરા વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે ભારતીય ટીમ વિરુદ્ધનો સંપૂર્ણ ક્રિકેટ કાર્યક્રમ જાહેર કર્યો છે. ગઇકાલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝના ચાર ટેસ્ટ મેચની તારીખો જાહેર કર્યાં બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે ભારત સામેની ટી-20 અને વન-ડે શ્રેણીનો પણ કાર્યક્રમ જાહેર કર્યો છે. સીએ દ્વારા તેમની વર્તમાન સિઝનની તમામ મેચની તારીખો જાહેર કરવામાં આવી છે. જો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ કેવિન રોબર્ટસે સ્પષ્ટ કર્યું હતું કે કોવિડ-19ની સ્થિતિને ધ્યાને રાખતા આ કાર્યક્રમમાં ફેરફારની શકયતા છે. તેમના જણાવ્યા અનુસાર ભારતીય ટીમ 11 ઓકટોબરે પહેલી ટી-20 મેચ રમીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો પ્રારંભ કરશે. જ્યારે તા. 3 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ 12 જાન્યુઆરીએ રમાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer