કર્સ્ટન ટીમ ઇન્ડિયાના કોચ બનવા ફરી તૈયાર

નવી દિલ્હી, તા. 28 : ભારતીય ક્રિકેટ ટીમને 2011નો વર્લ્ડ કપ પોતાના માર્ગદર્શનમાં જીતાડનાર પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ફરી ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવા માટે તૈયાર છે. ગેરી કર્સ્ટને ધોની વિશે કહ્યંy કે તેણે નવ વર્ષ પહેલાં ભારતીય ટીમને વિશ્વવિજેતા બનાવી હતી. આ પછી તેણે લાંબી સફર કાપી છે. કર્સ્ટનના મતે ધોની અવિશ્વસનીય ક્રિકેટર છે. તેની બુદ્ધિમતા, શાંત ચિત્ત અને પાવર તેને બીજાથી અલગ કરે છે. કર્સ્ટને ધોનીને આધુનિક યુગના મહાનત્તમ ખેલાડી પૈકીનો એક ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યંy કે ધોનીને નિવૃત્તિ પોતાની શરતે લેવાનો હક્ક છે. એ માટે તેના પર કોઇનો હુકમ ચાલી શકે નહીં. ભારતીય ટીમના ફરી કોચ બનવા પર ગેરી કર્સ્ટને કહ્યંy કે હું 2011ના વિશ્વકપ વિજયની એ યાદગાર પળો આજે પણ ભૂલ્યો નથી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer