સોશિયલ મીડિયા પર ધોનીની નિવૃત્તિની અફવાથી પત્ની અને કોચ નારાજ

નવી દિલ્હી, તા. 28 : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસની ખબરો વારંવાર ઊડતી રહે છે. હવે સોશિયલ મીડિયા પર બુધવારે ફરી ધોનીની નિવૃત્તિની અફવા ઉડી હતી. આ પછી ધોનીની પત્ની સાક્ષીએ સ્પષ્ટતા કરી હતી કે આ અફવા છે. સાક્ષીએ એમ પણ કહયું કે લોકડાઉનનમાં કેટલાક લોકોનું મગજ ફરી ગયું છે. જયારે ધોનીના સ્થાનિક કોચ કેશવ બેનર્જીએ કહ્યંy કે માહી એવો ઇન્સાન નથી જે તેના નજીકના લોકોને વિશ્વાસમાં લીધા વિના આવડો મોટો નિર્ણય ન લે. ધોનીના કોચે કહયું કે તેને લાગશે કે હવે ક્રિકેટ છોડવાનો સમય આવી ગયો છે ત્યારે તે બીસીસીઆઇને જાણ કરીને પત્રકાર પરિષદ બોલાવશે અને સંન્યાસની જાહેરાત કરશે. સોશિયલ મીડિયામાં કેટલાક લોકો ધોનીની પાછળ પડી ગયા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer