ભુજમાં લઘુમતી અગ્રણીને પરિવારના સભ્યો સાથે સળગાવી મારી નાખવા ધમકી

ભુજ, તા. 28 : શહેરમાં લઘુમતી સમાજના અને કોંગ્રેસના અગ્રણી જુમ્માભાઇ ઇશા નોડેને તેમના પરિવારના સભ્યો સાથે સળગાવીને મારી નાખવાની ધમકી ગાળાગાળી સાથે કરાયાનો મામલો પોલીસ દફતરે ફરિયાદના સ્વરૂપમાં ચડયો છે. શહેરમાં ભીડનાકા વિસ્તારમાં કમલાણી ફળિયા ખાતે ગઇકાલે ઢળતી બપોરે બનેલી આ ઘટના બાબતે ભુજના અસફાક અમીરહુશેન ચાકી, શકીલ અમીરહુશેન ચાકી, અસલમ ઇસ્માઇલ ચાકી અને અખતર ઇસ્માઇલ ચાકી સામે પોલીસ ફરિયાદ લખાવી હતી.  આરોપીઓએ હથિયારો સાથે શ્રી નોડેના ઘરે આવી તેમને તથા તેમના પુત્ર ઇમરાનને ગાળાગાળી કરવા સાથે આ કૃત્ય કર્યું હતું તેમ ફરિયાદમાં લખાવાયું છે તેમ પોલીસે જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer