ચોરીના કેસમાં વર્ષથી નાસતો - ફરતો ભુજવાસી ઝડપી પડાયો

ભુજ, તા. 28 : અત્રેના શહેર એ. ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા ચોરીના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપી ભુજના શકીલ ઉર્ફે અપલો ઇશાક કુંભારને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની પેરોલ ફરલો સ્કવોડે પકડી પાડયો હતો. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ વર્ષ 2019માં ચોરીનો આ કેસ દાખલ થયા બાદ શહેરમાં અમનનગર વિસ્તારમાં જુસબશા બાવનશા રોડ ઉપર રહેતો શકીલ કુંભાર નાસતો ફરતો હતો. દરમ્યાન આ ભાગેડુ આરોપી વિશે સ્કવોડના દિનેશ ગઢવી અને રઘુવીરાસિંહ જાડેજાને બાતમી મળ્યા બાદ ફોજદાર એમ.કે.ચૌધરી સાથેની ટુકડીએ તેને પકડી પાડયો હતો. તહોમતદારને એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer