ભુજમાં વેવાઇ પક્ષના સભ્યોએ કરેલા હુમલામાં પિતા-પુત્ર ઘવાયા

ભુજ, તા. 28 : શહેરમાં મુસ્તફાનગર વિસ્તારમાં પુત્રવધૂને તેડવા માટે તેના માવિત્રે ગયેલા કાસમખાન હસનખાન પઠાણ (ઉ.વ.50) અને તેમના પુત્ર મોહમદ તૈસિફ ઉપર હુમલો કરીને વેવાઇ પક્ષના સભ્યોએ તેમને માર માર્યો હતો. ગઇકાલે સંધ્યા સમયે બનેલી આ ઘટના બાબતે ભોગ બનનારાઓએ તેમના વેવાઇ પક્ષના દાઉદ સમા, શેરબાનુ સમા તથા ઇમરાન અને ઇરફાનના નામ હુમલાખોર તરીકે પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયતમાં લખાવાયા છે. પુત્રવધૂને તેડવા ગયા બાદ આ માથાકૂટ થયાનું પોલીસ સમક્ષ લખાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer