તેરામાં યુવતી ઉપર નિર્લજ્જ હુમલો કરીને માર મરાયો

ભુજ, તા. 28 : અબડાસાના તેરા ગામે 19 વર્ષની વયની યુવતી ઉપર નિર્લજ્જ હુમલો કરાયા બાદ ગામના જ શખ્સે બાદમાં તેને માર માર્યો હોવાનો કિસ્સો પોલીસ દફતરે ચડયો છે. પોલીસે આપેલી માહિતી મુજબ ભોગ બનનારી યુવતીએ આ મામલામાં તેરાના ભરત ભચુ કોળી સામે નલિયા પોલીસ મથકમાં વિધિવત ગુનો દાખલ કરાવ્યો હતો. તેરા ગામે પ્રાથમિક શાળા પછવાડે આવેલા ખરવાડ વિસ્તારમાં બાઇક ઉપર આવેલા આરોપીએ ગઇકાલે આ હરકત કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ફોજદાર એન. જે. સરવૈયાએ કેસની તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer