સાંધાણમાં પોઝિટિવ કેસથી મીઠિયા ફળિયું થયું `સીલ''

સાંધાણમાં પોઝિટિવ કેસથી મીઠિયા ફળિયું થયું `સીલ''
કોઠારા (તા. લખપત), તા. 27 : તાલુકાના નાનકડા એવા સાંધાણ ગામે મુંબઇથી પરત પોતાના વતન સાંધાણ આવેલા 30 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવતાં ગામમાં સન્નાટો છવાયો હતો. મુંબઇથી તા. 22ના પોતાના વતન સાંધાણ ગામે આવેલા પોતાના મીઠિયા ફળિયામાં હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં આ ફળિયાને સીલ કરી દેવામાં આવેલું છે તો તેના સંપર્કમાં 15 જણ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ બનાવની જાણ થતાં અબડાસાના તાલુકા હેલ્થ ઓફિસર એમ. કે. સિન્હા, વિક્રમ સોલંકી, ડુમરાના મે. ઓફિસર મનોજ કપૂર, ગોપાલ પીઠવા, ગીતાબેન જોશી તથા કોઠારાના ફોજદાર એચ.એચ. જાડેજા, વિપુલ પરમાર, ભરત પ્રજાપતિ, મહેશ ચૌધરી, પ્રકાશ ચૌધરી વિગેરે દોડી આવેલા હતા. તથા ગામના સરપંચ જયવીરસિંહ જાડેજા મદદરૂપ થયા હતા. પોઝીટીવ દર્દીને મુંદરા લઇ જવામાં આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer