જરૂરતમંદોને ભોજન પૂરું પાડતી આદિપુરની સંસ્થાની મુખ્યમંત્રીએ પણ લીધી નોંધ

જરૂરતમંદોને ભોજન પૂરું પાડતી આદિપુરની સંસ્થાની મુખ્યમંત્રીએ પણ લીધી નોંધ
આદિપુર, તા. 27 : વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરતા અહીંના આશાપુરા સેવા મંડળની લોકડાઉન દરમ્યાનની  જરૂરતમંદોને  ભોજન પૂરું પાડવાની સતત સેવાની રાજ્ય કક્ષાએ  નોંધ લેવાઇ છે અને  મુખ્યમંત્રીએ પણ વીડીઓ કોન્ફરન્સના માધ્યમથી મંડળના અગ્રણી યોગેશ  ઠક્કરથી વાત કરી તેને બિરદાવી હતી.લોકડાઉનના પ્રારંભિક દિનથી જ મંડળ દ્વારા બે વખત ભોજન બનાવી  વિવિધ જગ્યાએ પહોંચાડવાની સેવા આ સંસ્થા કરે છે. જેનો દૈનિક હજાર લોકો લાભ લે છે. જેમાં લીલાશા કુટીઆમાં 140, ધર્મશાળામાં 25, શિણાઇમાં  85, રામબાગ હોસ્પિટલમાં 200થી 225 સહિત જરૂરતમંદોનો પણ સમાવેશ થાય છે. ભોજન બનાવવાની  કામગીરી લ ાઁહાણા મહાજનવાડીમાં થાય છે. જેમાં કારીગરો તરીકે નવીન તન્ના, પ્રવીણ કોટક, નવીન સથવારા, જિતેન્દ્ર સોની,  માલ બનાવવામાં  દુષ્યંત શર્મા, હીરાભાઇ ડાંગર સેવા આપે છે. લોહાણા મહાજનના પ્રમુખ નિહાલભાઇ આઇયા, મંત્રી મનીષ મજીઠિયા તથા અન્યોનો સહકાર પણ હૂંફ આપે છે એવું મંડળના રમેશ નાથાણી, જગદીશ દાવડાએ  જણાવ્યું હતું. લીલાશા કુટિયામાં ક્વોરેન્ટાઇન?થયેલાઓને ચા અને નાસ્તો પણ અપાય છે. ગ્રુપ દ્વારા રસોઇ બની ગયા પછી તેના વિતરણ માટેની જવાબદારી  દેવજી આહીર, શાંતિલાલ ચારણ, જેન્તી માળી, લાલ નાથાણી, જગદીશ સોમૈયા, શનિ આસનાની, ધર્મેન્દ્ર ડી., પરેશ કક્કડ, મહેશ હાસવાણી વિ. સંભાળે છે. ભોજન સાથે છાસ આલાભાઇ ડાંગર અને હરદાસ ગઢવી તરફથી અપાય છે. પ્રદીપ જોશી વિશેષ સેવા સંભાળે છે.આ સેવા યજ્ઞમાં અંજાર વિભાગના પ્રાંત અધિકારી ડો. વી. કે. જોશી, અંજારના ટીડીઓ એ. જી. દેસાઇ, ગાંધીધામ ટીડીઓ રમેશ વ્યાસ, મામલતદાર ચિરાગ હીરવાણિયા, મનીષા દેસાઇ, કૃપાલીબેન, પોલીસ અધિકારીઓ એન. કે. ચૌધરી, ડી. એસ. ડાભી, સુનીલ દવે તથા અન્યોનો સાથ રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer