દરશડીમાં પોઝિટિવ કેસને પગલે પરિવારજનો માંડવી ક્વોરેન્ટાઈન

દરશડીમાં પોઝિટિવ કેસને પગલે પરિવારજનો માંડવી ક્વોરેન્ટાઈન
દરશડી (તા. માંડવી), તા. 27 : અહીં મુંબઈથી આવેલા 16 જણના પરિવારને તા. 12થી 25/5 સુધી હોમ ક્વોરેન્ટાઈન કરાયો હતો. જે પૂરો થયા બાદ એક પ્રૌઢની તબિયત બગડતાં વધુ સારવાર માટે ભુજ ખસેડાયા, જ્યાં તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રાત્રે દરશડી પ્રા.આર. કેન્દ્રમાં સારવાર માટે ગયા હતા તેથી ડોક્ટર અને ફાર્માસિસ્ટને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. દર્દી સાથે ચાર જણ ભુજ ગયા છે અને બાકીના 11 જણની તપાસ કરાઈ રહી છે અને માંડવીમાં ક્વોરેન્ટાઈન કરાશે તેવું જાણવા મળ્યું હતું. માંડવીથી ટીએચઓ ડો. પાસવાન અને ગઢશીશા પી.આઈ. શ્રી ગોજિયા સાથે આરોગ્ય અને પોલીસ ટીમ આવી પહોંચી છે અને કન્ટેઈનમેન્ટ કરવાની કાર્યવાહી આદરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer