આઇપીએલનો માર્ગ મોકળો થશે

નવી દિલ્હી, તા. 27 : ઓસ્ટ્રેલિયામાં ઓકટોબર-નવેમ્બરમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપનું સ્થગિત થવું નિશ્ચિત માનવામાં આવી રહ્યંy છે. રિપોર્ટ અનુસાર ઘાતક કોરોના વાયરસની મહામારીને લીધે તેને 2022 સુધી ટાળી દેવામાં આવી શકે છે. આઇસીસીના સૂત્રોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ અને મુશ્કેલીઓ જોતાં બોર્ડના સદસ્યોની આવતીકાલ 28મીએ મળનારી બેઠકમાં તેનું ઔપચારિક એલાન કરવામાં આવશે. જો આવું થશે તો આઇપીએલનો રસ્તો સાફ થઇ જશે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે થઇ શકે તેમ નથી. કારણ કે ભારતને પહેલેથી જ 2021માં ટી-20 વર્લ્ડ કપના આયોજનના અધિકાર મળ્યા છે. આથી એક જ વર્ષમાં બે વર્લ્ડ કપનું આયોજન બ્રોડકાસ્ટરો અને ક્રિકેટ બોર્ડ પણ નહીં કરે. એવું માનવામાં આવી રહ્યંy છે કે ટી-20 વર્લ્ડ કપ 2022 સુધી ટાળી દેવાના નિર્ણયને બીસીસીઆઇના અધ્યક્ષ ગાંગુલી સમર્થન કરશે. એ પણ જાણવું ઉચિત રહેશે કે ભારતે 2023માં પ0 ઓવરના વિશ્વ કપનું યજમાનપદ પણ સંભાળવાનું છે. આથી એવું કહી શકાય કે ત્રણ વર્ષમાં ત્રણ વિશ્વ કપ રમાશે. જ્યારે આઇપીએલનું આયોજન પણ દર વર્ષે થશે જ. હાલ આ લીગ કોરોનાને લીધે અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત કરાઇ છે.આવતીકાલ ગુરુવારે મળનારી આઈસીસીની બેઠકમાં ભારતમાં રમાનાર 2021ના ટી-20 વર્લ્ડ કપમાં ટેકસમાં છૂટ મામલે પણ ચર્ચા થશે. બીસીસીઆઇએ લોકડાઉનને લીધે આ મુદ્દે સરકારનું વલણ જાણ્યું નથી. આથી સમય આપવા કહ્યંy છે. આઇસીસીના નવા ચેરમેનના નામાંકનની પણ પ્રક્રિયા પણ આ બેઠકમાં નક્કી થશે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના પૂર્વ ચેરમેન કોલિન ગ્રેવ્સ આ પદના પ્રમુખ દાવેદાર છે. કદાચ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ આ દોડમાં સામેલ થઇ શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer