ટીમ ઇન્ડિયા ફિલ્ડિંગ પ્રેક્ટિસની શરૂઆત ટેનિસ બોલથી કરશે

ચેન્નાઈ, તા. 27 : ટીમ ઇન્ડિયાના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનું માનવું છે કે કોરોના વાઇરસને લીધે લોકડાઉન બાદ જ્યારે પણ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે ત્યારે તેમણે ઘણી સંભાળીને પ્રેક્ટિસ શરૂ કરવી પડશે. શ્રીધરે કહ્યંy કે અમે ફિલ્ડિંગ પ્રેક્ટિસની શરૂઆત ટેનિસ બોલથી શરૂ કરશું. જેથી ખેલાડીઓને હાથની ઇજામાંથી બચાવી શકાય. લોકડાઉન દરમિયાન હું ઘણા ખેલાડીઓના સંપર્કમાં હતો   અને તેમને ફિટ રાખવાની કોશિશમાં હતો.ફિલ્ડિંગ કોચ શ્રીધરે જણાવ્યું કે ખેલાડીઓ સાથે અમે બધા સતત સંપર્કમાં હતા અને ફિટનેસ પ્રોગ્રામ પર કામ કરતા હતા. જ્યારે સરકાર અને બીસીસીઆઇ તરફથી ગ્રીન સિગ્નલ મળશે એ પછી જ અભ્યાસ સત્રનો પ્રારંભ કરશું. અત્યારે અમારે એવી કોશિશ રહે છે કે ખેલાડી મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહે. જયાં સુધી લય પકડવાની વાત છે તો હું થોડો સમય ટેનિસ બોલથી ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરાવીશ, કારણ કે તેમણે લાંબા સમયથી મેદાની પ્રેક્ટિસ કરી નથી. હું નથી ઇચ્છતો કે અચાનક જ તેમના હાથમાં ઇજા પહોંચે. હું ધીમે ધીમે તેમને અર્ધ - કઠોર બોલ પકડાવીશ. જે સિઝન બોલની તુલનામાં થોડા હલકા હશે. આ પછી અમે અસલ સિઝન બોલથી પ્રેક્ટિસ કરશું. શ્રીધરનું માનવું છે કે મેચ રમવા માટે ઓછામાં ઓછો 3-4 સપ્તાહનો પ્રેક્ટિસનો સમય જોઇશે. બોલરો માટે આથી વધુ સમયગાળો જોશે. તેમણે એમ પણ કહ્યંy કે વિરાટ સારો આઉટ ફિલ્ડ ફિલ્ડર છે. તે હવે સ્લીપનો પણ સારો ફિલ્ડર બન્યો છે. રોહિતે પણ સ્લીપ ફિલ્ડિંગની સ્કિલ્સમાં સુધારો કર્યો છે. ચહલ, બુમરાહ અને કેદાર જાધવને ફિલ્ડિંગ પણ સુધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer