ભરઉનાળે નલિયામાં વીજ ધાંધિયાથી થતી પરેશાની

નલિયા, તા. 27 : અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે છેલ્લા 3-4 દિવસથી વીજળી પુરવઠો અનિયમિત બનતાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. દરરોજ દિવસમાં 4થી 5 વખત વીજળી પુરવઠો ખોરવાઇ જાય છે જે લાંબા સમયની પ્રતિક્ષા પછી માંડ-માંડ ચાલુ થાય છે. તેમાંય છેલ્લા બે દિવસથી વિવિધ સ્થળે ભારે પવનનાં કારણે વીજ વાયર તૂટી જવાના બનાવ વારંવાર બને છે તો પવનના કારણે વીજરેષા એકબીજાના સંપર્કમાં આવતાં વિદ્યુત પુરવઠો ખોરવાઇ જાય છે. વીજતંત્રે પણ જાણે લોકડાઉન પાડયું હોય તેમ અવાર-નવાર વીજ ફોલ્ટ થતાં તે નીવારવા લાંબો સમય લાગી જતાં લોકો વીજ પુરવઠાના અભાવે પરેશાની ભોગવી રહ્યાં છે. એટલું જ નહીં પાણી પુરવઠા અને અન્ય સેવાઓને માઠી અસર પહોંચી છે. કયારેક તો રિપેરિંગ કે ઝાડી કાપવાના નામે લાઇટ બંધ કરાય છે. ચોમાસા પૂર્વે વીજળી સેવાની ક્ષતીઓ નિવારી વીજળી પુરવઠો નિયમિત કરવાની માગણી ઊઠી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer