ભુજની ગેરવાળી વંડીમાં પાર્કિંગની જગ્યાએ બનાવાયેલી દુકાનો દૂર કરવા રહેવાસીઓની માંગ

ભુજ, તા. 27 : શહેરના ગેરવાળી વંડી ખાતે આવેલા મહાદેવ કોમ્પ્લેક્ષના વાહનો પાર્ક કરવાની જગ્યાએ દુકાનો બનાવી ભાડા વસૂલાતા હોવાથી આ દબાણ દૂર કરવા સુધરાઇના મુખ્ય અધિકારીને રજૂઆત કરાઇ હતી. જેમાં કોમ્પ્લેક્ષના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, વાહનો પાર્ક માટે જગ્યા અનામત રખાઇ હતી. જેના પર અમુક લોકો દ્વારા દુકાનો બનાવી ભાડે અપાઇ છે જેથી વાહનો ક્યાં રાખવા તેવી સમસ્યા સર્જાઇ છે.  આ દુકાનો નગરપાલિકાના ચોપડે નોંધાઇ છે કે, કેમ તેની તપાસ કરી જો શરતોનું ઉલ્લંઘન થયું હોય તો ઉપરોકત પાર્કિંગની જગ્યા ખાલી કરાવવા અન્યથા તા. 5-6થી નાછૂટકે સુધરાઇ કચેરી સામે કાર્યવાહી કરાશે તેવી ચીમકી રહેવાસીઓએ આપી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer