અંજાર મામલતદારે ગુનો નોંધવાની આપેલી સૂચનાનો કોંગ્રેસ દ્વારા વિરોધ

અંજાર, તા. 27 : અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને જનહિતમાં વિવિધ માંગણીઓ સરકારને પહોંચાડવા આવેદનપત્ર આપ્યા બાદ કચેરીના કમ્પાઉન્ડમાં પત્રકારોને આવેદનપત્રની વિગતોથી વાકેફ કરતા હતા ત્યારે પોલીસ બોલાવી 188ની કલમ તળે ગુનો નોંધવા સૂચના આપી તે ંગે લેખિત વિરોધ નોંધાવ્યો હતો. અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ રબારીએ આ વલણને કોંગ્રેસ તરફનું ભેદભાવભર્યું ગણાવી મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થશે તો ઉચ્ચકક્ષાએ કડક પગલાં લેવાય તેવી માંગ કરવાની ચીમકી આપી હતી. દરમ્યાન અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલાં આવેદનપત્રમાં જણાવાયું હતું કે, 55 દિવસ લોકડાઉન જાહેર કરાતાં ધંધા ઉદ્યોગ સંપૂર્ણ બંધ છે ત્યારે આજીવિકાથી વંચિત સામાન્ય લોકોને સહાય કરવા માંગ કરી હતી. આ માંગમાં માર્ચથી જૂન સુધી તમામ લોકોના વીજ બિલ, પાણી વેરા, મિલકત વેરા, વેપારીઓના વેરા, શૈક્ષણિક સત્રની ફી માફ કરવા, કૃષિ ધિરાણમાં મુદ્ત વધારવા, વ્યાજ માફ?કરવા અને જરૂરતમંદ લોકોને સહાય પૂરી પાડવાની માંગ કરાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer