ટપ્પરડેમ પાસે કલોરીનેશન પ્લાન્ટ સ્થાપવા ગતિવિધિ શરૂ

ગાંધીધામ, તા. 27 : કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમમાંથી વિતરણ થતા પાણીના શુદ્ધીકરણ અર્થે પાણી પુરવઠા વિભાગ દ્વારા  કલોરીનેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાની દિશામાં ગતિવિધિ હાથ ધરાઈ છે. આ માટેની જરૂરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નજીક દિવસોમાં   પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. રાજ્ય સરકારે ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરીને કચ્છની પાણી સમસ્યા હળવી કરવા માટેના પ્રયાસો કર્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ડેમ ઉપર આવેલા જેકવેલના પાઈપમાં કલોરીનેશન પ્લાન્ટ બેસાડવામાં આવશે. આ પ્લાન્ટને કારણે પાણીની ગુણવત્તામાં સુધારો થશે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. આ માટેની વધુ વિગતો માટે પાણી પુરવઠા વિભાગના સુભાષ કલ્યાણીનો સંપર્ક કરતા તેમણે કહ્યંy હતું કે ડેમના જેકવેલ પાસે અંદાજિત 3 લાખના ખર્ચે કલોરીનેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવશે. આ માટે હાલમાં ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે. એજન્સી નકકી થયા બાદ નજીકના ભવિષ્યમાં પાણીનું કલોરીનેશન શરૂ થશે તેવું તેમણે ઉમેર્યું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer