ડીપીટીમાં કસોટી વગર જ પ્રતિનિયુક્તિનો વિરોધ

ગાંધીધામ, તા.27 : ડીપીટીમાં શોર અને આર.પી વર્કરના પદો ઉપર કામ કરતા કર્મચારીઓની કસોટી વિના લશ્કર પદ માટે પુન:નિયુક્તિ કરવાના મુદ્દે કુશળ અને બિનકુશળ કામદાર સંગઠન પૂર્વ-પશ્ચિમ કચ્છે વિરોધ નોંધાવ્યો હતો. સંગઠનના મહાસચિવ વેલજી જાટે ડીપીટીના ચેરમેન સમક્ષ રજૂઆત કરતાં કહ્યું હતું કે શોર અને આર.પી. વર્કર કર્મચારીઓની વિવિધ વિભાગોમાં ખાલી પડેલા પદો ઉપર નિયુક્તિ  કરાઈ છે. જે પૈકી કેટલાક લોકોને સમુદ્રી વિભાગના ટગ -લોંચોમાં લશ્કરના પદ માટે સમાવવામાં આવ્યા હતા.અલબત્ત આ વિભાગના કર્મચારીઓની તરવાની ક્ષમતા અંગેની કસોટી યોગ્ય રીતે લેવાઈ નથી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. ટગ અને લોંચોમાં લશ્કર પદમાં નિયુકત થયેલા કર્મચારીઓ  તરવાનું જાણાતા નથી, અત્રેના કર્મચારીઓમાં ભયનો માહોલ ઊભો  થયો છે. કર્મચારીઓના હિતમાં આ મુદ્દે યોગ્ય  કરવા પત્રમાં માંગ કરાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer