લોકડાઉન ભંગ બદલ પશ્ચિમ કચ્છ પોલીસે 25 જણ પકડયા : 97 વાહન ડિટેઇન

ભુજ, તા. 27 : કોરોના વાયરસ સામેની લડાઇ અંતર્ગત જાહેર કરાયેલા લોકડાઉન-4ના આ અંતિમ દિવસોમાં પ્રવૃત્ત રહેલા પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા દ્વારા આજે બુધવારે જાહેરનામાના ભંગ બદલ 25 જણને પકડીને તેમની સામે 25 ગુના નોંધ્યા હતા. તો 97 વાહન પણ ડિટેઇન કરાયા હતા. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આજે હાથ ધરાયેલી આ કાર્યવાહી અંતર્ગત બિનજરૂરી આંટા મારનારા 6, માસ્ક અને સેનિટાઇઝર વગર ફરનારા 16 તથા વ્યવસાયી સ્થાનો ખુલ્લા રાખી લારીઓ ફેરવી ટોળા એકત્ર કરવા સાથે માસ્ક સહિતની સુવિધા ન રાખનારા ત્રણ જણ કાયદાની ઝપટે ચડયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer