વીડીના ઇન્દિરા આવાસમાં ચાલતી જુગાર ઉપર પોલીસે પાડયો છાપો

ગાંધીધામ, તા. 27 : અંજારના વીડી ખાતે આવેલા ઇન્દિરા આવાસ વિસ્તારમાં જુગાર રમતા નવ શખ્સની અટક કરી પોલીસે રોકડા રૂા. 13,230 જપ્ત કર્યા હતા. બીજીબાજુ ભચાઉમાં જુગટું?ખેલતા બે શખ્સની અટક કરાઇ હતી જ્યારે બે નાસી છૂટયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂા. 1010 કબ્જે લેવામાં આવ્યા હતા. વીડી ગામમાં આવેલા ઇન્દિરા આવાસમાં રહેનારો સામજી બાબુ કોળી નામનો શખ્સ પોતાના મકાન પાછળ ખુલ્લા વાડામાં લોકોને બોલાવી, ભેગા કરી જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. આ વાડામાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા  સામજી બાબુ કોળી, ઇબ્રાહીમ ઇલિયાસ શેખ, અકબર જુસબ ઉન્નડ, સુનીલ સુમાર કોળી, સલીમ ઇસ્માઇલ ચાવડા, નાનજી જીવા કોળી, રસીદ ઇલિયાસ શેખ, ઇકબાલ અબ્દુલ જત, અલીમામદ જુમા સમેજા નામના ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી. આ પત્તાપ્રેમીઓ પાસેથી રોકડા રૂા. 13,230 તથા છ મોબાઇલ એમ કુલ રૂા. 18,730નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજીબાજુ ભચાઉમાં આવેલી સદ્ભાવના હોસ્પિટલ પાછળ કોળીવાસની એક શેરીમાં પોલીસે દરોડો પાડયો હતો. અહીં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ઉમેશ મોહન ગોહિલ (દરજી)?તથા અશોક બાબુલાલ લોડરિયા (બ્રાહ્મણ)ની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે બાઇક નંબર જીજે-12-બીએલ- 6117નો કબ્જેદાર જેરિયો કોળી તથા સ્વિફ્ટ કાર નંબર જીજે- 12-એઇ-0518નો ચાલક કબ્જેદાર પોતાના વાહન મૂકીને નાસી ગયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ?રૂા. 1010, ત્રણ વાહન, બે મોબાઇલ એમ કુલ રૂા. 2,52,070નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer