ભુજમાં કાર હડફેટે બાઇકના ચાલકને અસ્થિભંગની ઇજા

ભુજ, તા. 27 : આ જિલ્લા મથકે લોકો અને નાનામોટા વાહનોની અવરજવર થકી સતત ગાજતા રહેતા જયુબિલી મેદાન ચકરાવા નજીકના માર્ગ ઉપર આજે બુધવારે સવારે હુન્ડાઇ આઇ.10 કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં સ્પ્લેન્ડર બાઇકના સવારને અસ્થિભંગ સહિતની ઇજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer