ભેજનું પ્રમાણ વધતાં ભારે ઉકળાટ

ભેજનું પ્રમાણ વધતાં ભારે ઉકળાટ
ભુજ, તા. 26 : જિલ્લામાં પવનની ગતિ વધવા સાથે વાતાવરણમાં વધેલા ભેજના પ્રમાણે તાપમાં  મામૂલી રાહત બક્ષી પણ ઉકળાટ અને બફારાના વધેલા દોરે લોકોને પરસેવે રેબઝેબ કરી મૂકયા હતા. કંડલા (એ)માં 1 ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ પારો 42.2 ડિગ્રીએ અટકયો હતો. અંજાર, ગાંધીધામ સહિત કંડલા કોમ્પલેકસમાં ખાસ કરીને બપોરના સમયે તપત જારી રહી હતી. કંડલા પોર્ટમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં પારો તો 39.5 ડિગ્રી નોંધાયો પણ 13 કિલો મીટરની ઝડપે ફૂંકાયેલા પવનેતાપમાંથી રાહત આપવા સાથે ધૂળની ડમરી ઉડાવી હતી. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસાના આગમનનો સમયગાળો નજીક આવે તેમ તેમ ભેજનું પ્રમાણ વધતું હોય છે. દરમ્યાન હવામાન વિભાગે સામાન્ય ઉતાર ચડાવ સાથે ગરમીનો દોર જારી રહેશે તેવી શકયતા વ્યક્ત કરી છે. રાત્રિનું તાપમાપ પણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના દેખાડી છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer