લોકડાઉનમાં પરપ્રાંતીય શિક્ષકોએ ચકાર શાળાનો કર્યો કાયાકલ્પ

લોકડાઉનમાં પરપ્રાંતીય શિક્ષકોએ ચકાર શાળાનો કર્યો કાયાકલ્પ
કોટડા (ચકાર), તા. 26 : ચાર-ચાર લોકડાઉન વચ્ચે વતનમાં વેકેશન ગુજારવાના બદલે પોતાની શાળાની કાયાપલટ કરનારા પરપ્રાંતીય પાંચ પ્રાથમિક શિક્ષકોની પ્રવૃત્તિ ગામમાં સરાહનીય બની છે. ભુજ તાલુકાના ચકાર ગામના પાંચ પરપ્રાંતીય શિક્ષકોએ પોતાના વતનમાં જવા કરતાં ગામલોકોના સહયોગ અને સહકારથી વિદ્યાર્થીઓ માટે આદર્શ કાર્ય કર્યું છે. જેમાં શિક્ષકોએ પ્રા. શાળાનો બગીચો ફૂલ-ઝાડ ઉછેરી, શાળાનું કલરકામ કર્યું છે, વોલ પેન્ટિંગ કર્યું છે, ધ્વજવંદન સ્ટેજ, પીવાના પાણીની વ્યવસ્થા, ડ્રીપ ઈરિગેશન પદ્ધતિ સહિતનાં કાર્યો પાર પાડયાં છે. આચાર્ય હરેશભાઈ ઠાકર, હાર્દિક રાવલ (પાલનપુર), જિજ્ઞેશ કાસુંદા (મોરબી), રાજેશ ટંડેલ (વલસાડ), આશિષ પટેલ (નવસારી)ના સ્ટાફે પ્રા. શાળાના બાળકોનો અભ્યાસ ચાલુ રખ્યો, મોબાઈલ પર વીડિયો બનાવીને કુલ 140 છાત્રમાંથી 90 ટકાને શિક્ષણ આપ્યું. શ્રમદાન અને આર્થિક દાન માટે ગામના રમેશભાઈ ગઢવી, સાગર ગઢવીનો સહયોગ મળ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer