મુંદરા તા.ના લાખાપર સ્થિત આયાતી કોલસા આધારિત કંપનીનો એકેય મજૂર ગયો નથી

મુંદરા તા.ના લાખાપર સ્થિત આયાતી કોલસા આધારિત કંપનીનો એકેય મજૂર ગયો નથી
મુંદરા, તા. 26 : મુંદરા સહિત સમગ્ર જિલ્લામાંથી સેંકડો મજૂરો ટ્રેન, બસ કે છેવટે પગપાળા વતન તરફ રવાના થઈ ગયા છે ને થઈ રહ્યા છે. પરંતુ લાખાપર ગામ સ્થિત કાર્યરત મહાશક્તિ કોક (સૌરાષ્ટ્ર ફ્યુઅલ) નામની ખાનગી કંપનીના 225થી 250 શ્રમિકો પૈકી એક પણ શ્રમિક વતન ગયો નથી કે વતનમાં જવાની માગણી પણ કરી નથી. આયાતી કોલસા આધારિત આ ખાનગી કંપનીમાં પાંચથી પંદર વર્ષ જૂના બિહાર અને ઝારખંડ વિસ્તારના શ્રમિકો કામ કરે છે. આ મુદે વાત કરતાં કંપનીના પ્રોજેક્ટ મેનેજર રમેશભાઈ પટેલે જણાવ્યું કે, કંપની હસ્તકની શ્રમિક વસાહતમાં 15થી 18 શ્રમિકો વચ્ચે એક રસોઈયો અને રાંધણ ગેસ કંપની પૂરો પાડે છે. જ્યારે રાશન શ્રમિકોએ ખરીદવાનું હોય છે. ગીચ ખોલી જેવી ઓરડીઓ નહીં પણ પ્રાથમિક સુવિધા સાથેની મોકળાશ સાથેના રૂમ અને શ્રમિકોને અમારી શ્રમિક વસાહતમાં ફાળવેલી છે.તમામ શ્રમિકોને માર્ચ સુધીનો પગાર ચૂકવી આપ્યો છે. બાકીની મેટર કોર્ટમાં અન્ય કંપનીઓની સાથે અમારી પણ પેન્ડિંગ છેતમારા 250 જેટલા મજૂરો શા માટે વતન ન ગયા ?તેનો પ્રત્યુત્તર આપતાં શ્રી પટેલે જણાવ્યું કે, શ્રમિકોને ખાતરી હતી કે કંપની લોકડાઉનના કારણે બંધ કરવી પડી છે. અને બીજું કારણ હતું કંપની ચાલુ થતાં પાછા કામ ઉપર લાગી જ જશું. કંપની અને શ્રમિક વચ્ચે વિશ્વાસનો એક મજબૂત સેતુ છે. જેથી એક પણ મજૂર કંપની છોડીને ગયો નથી. જમવાની પૂરતી વ્યવસ્થા અને લોકડાઉન ખૂલતાં જ કામની ગેરંટી આ બે મુદ્દે શ્રમિકોએ ઉચાળા ભર્યા નહીં. 17 એપ્રિલથી મોટા વાહનોની છૂટ મળી જેથી 18મેથી કંપનીએ પોતાનું ઉત્પાદન 10 ટકા જેટલું શરૂ પણ કરી દીધું છે અને ક્રમશ: કંપની તેની પૂર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન કરતી થઈ જશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer