ભુજમાં રમજાન ઇદ નિમિત્તે ગરીબ અને જરૂરતમંદોને મીઠાઇ વિતરણ

ભુજમાં રમજાન ઇદ નિમિત્તે ગરીબ અને જરૂરતમંદોને મીઠાઇ વિતરણ
ભુજ, તા. 26 : સેવાભાવી સંસ્થા માનવજ્યોત દ્વારા રમજાન ઇદ નિમિત્તે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા દ્વારા સમિતિ વતી 120 ગરીબને ટિફિનમાં ફરસાણ, મીઠાઇ અપાયા હતા. સમિતિના પ્રમુખ હાજી ઇબ્રાહીમે માનવ જ્યોત સંસ્થાની સેવામાં ઇદના પવિત્ર દિવસે સહભાગી થવાની તક મળી તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતે અને માનવજ્યોત સંસ્થાની મજબૂત કાર્યક્ષમતામાં હજી પણ વધારો થાય એવી દુવા કરી હતી. ભુજ શહેરના યુવાપાંખ દ્વારા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખના માર્ગદર્શન હેઠળ શહેરના દાદુપીર રોડ, રેલવે સ્ટેશન આજુબાજુ વિસ્તાર, સરપટ નાકા વિસ્તારમાં જરૂરતમંદોને ઇદના દિવસે ફરસાણ, મીઠાઇનું વિતરણ કરાયું હતું. શહેરના પ્રમુખ મજીદભાઇ પઠાણ, ઉપપ્રમુખ ઇમરાન રાઠોડ, હનીફ જત, તસ્લીમ સૈયદ, અફઝલ હાલેપૌત્રા વગેરે વિતરણ વ્યવસ્થામાં જોડાયા હતા એવું શ્રી હાલેપોત્રાએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer