કોઠારામાં હેલ્થકાર્ડ માટે વેપારીઓનાં ટોળાં એકત્ર

કોઠારામાં હેલ્થકાર્ડ માટે વેપારીઓનાં ટોળાં એકત્ર
કોઠારા (તા. અબડાસા), તા. 26 : અહીં હેલ્થકાર્ડ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સવારથી જ વેપારીઓની લાઇન લાગી ગઇ હતી. આરોગ્ય કેન્દ્રમાં 350થી વધુ વેપારીઓ આવી પડતાં ભીડ?જામી હતી. બે દિવસ અગાઉ નલિયા સી.પી.આઇ. હેલ્થકાર્ડની ચકાસણી માટે આવ્યા હોવાની વાત વહેતી થવાથી વેપારીઓ ડરના માર્યા દુકાનો બંધ કરીને ભાગ્યા હતા. બે દિવસ રજા   બાદ આજે ખૂલતી ઓફિસે એકસામટા વેપારીઓ આવી પડયા હતા અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. વેપારીઓને એ ગેરસમજ હતી કે, તમામ માટે હેલ્થકાર્ડ જરૂરી છે. ખરેખર મોબાઇલ રિપેરર, કટલેરી, ટેઇલર, ઠંડાંપીણાં વેચનારને હેલ્થકાર્ડની જરૂરત રહેતી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer