અંજાર મારૂ કંસારા સોની સમાજ દ્વારા રાશનકિટ અને માસ્કનું વિતરણ

અંજાર મારૂ કંસારા સોની સમાજ દ્વારા રાશનકિટ અને માસ્કનું વિતરણ
અંજાર, તા. 26 : અહીંના મારૂ કંસારા સોની સમાજ દ્વારા નોવેલ કોરોનાની મહામારીમાં દાતાઓના સહકારથી સમાજના નબળા પરિવારોને 135 રાશનકિટ અને 1400 માસ્કનું વિતરણ કરાયું હતું. કારોબારીએ દાનની અપીલ કરતાં હરિલાલભાઈ વિસાપરમાર દ્વારા 135 રાશનકિટનું દાન મળ્યું હતું. ચીમનભાઈ કંસારા-ભચઉ દ્વારા 500 કિલો ઘઉંનું દાન મળ્યું હતું. સુરેશભાઈ પોમલ હસ્તે ફોરમભાઈ દ્વારા 1000 માસ્કનું દાન મળ્યું હતું. મૌલિકભાઈ રમેશભાઈ બારમેડા દ્વારા રાશનકિટ માટેની થેલી તથા 400 માસ્કનું દાન મળ્યું હતું તેમજ અન્ય દાતાઓ પાસેથી ફંડફાળો એકઠો કરી લોકડાઉન દરમ્યાન જરૂરતમંદ પરિવારોને મદદ કરવામાં આવી હતી.  જ્ઞાતિ પ્રમુખ દિનેશભાઈ સાકરિયા, ઉપપ્રમુખ ચીમનભાઈ કંસારા, મનનભાઈ પોમલ, મહામંત્રી અરુણભાઈ વિસાપરમાર, મંત્રી વીરેન્દ્રભાઈ પોમલ તેમજ કારોબારી સભ્યો જિગરભાઈ બારમેડા, કિંજલભાઈ બુદ્ધભટ્ટી, હરીશભાઈ બારમેડા, ભૂપેન્દ્રભાઈ સાકરિયા, ગિરીશભાઈ કટ્ટાએ આયોજન સંભાળ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer