આદિપુરની જાયન્ટ્સ ગ્રુપ સહેલી દ્વારા ઓનલાઈન અંતાક્ષરી

આદિપુરની જાયન્ટ્સ ગ્રુપ સહેલી દ્વારા ઓનલાઈન અંતાક્ષરી
આદિપુર, તા.26 : અહીંની જાયન્ટ્સ ગ્રુપ ઓફ સહેલી સંસ્થા દ્વારા જિલ્લાના જાયન્ટ્સ પરિવારો માટે ઓનલાઈન અંતાક્ષરી યોજાઈ હતી, જેમાં જિલ્લાના 15 ગ્રુપના 75 પરિવારે ભાગ લીધો હતો.આ સ્પર્ધામાંના કુલ્લ ચાર રાઉન્ડના કુલ 12 વિજેતાઓ તરીકે કૃપા જોશી, રેખા મહેતા, આશા અખાણી, કૃતિ આચાર્ય, ગુંજન દલવાણી, કવિતા પંડયા, યોગેશ સોની, પંકજબાલા ચોટારા, ડો. એચ.આર. પટેલ, સેન્ડી બિરલા, રિયા બેલાણી તથા વાઘમશી મીનાબેનને પૂર્વ પ્રમુખ માઘવી ચૈનાની અને પ્રમુખ પ્રીતિબા સોઢા દ્વારા ઈનામો અપાયાં હતાં. સમગ્ર આયોજન માધવીબેન તથા વિઝ્યુઅલ પેલેટ ડિઝાઈન સ્ટુડીઓના જાગૃતિ ઠક્કરે સંભાળ્યું હતું, જેમાં અંજલિ ચૈનાની, પ્રીતિ ગાખર, સોનીઆ અચંતાણી, વંશિકા ભંભાણી, સોનલ શર્મા વિ.એ સેવા આપી હતી. સંસ્થાના પદાધિકારીઓ નિષધ મહેતા, શાંતિલાલ પટેલ તથા અન્યોએ આ પ્રવૃત્તિને બિરદાવી હતી. દરમ્યાન સંસ્થા દ્વારા માતૃદિન નિમિત્તે કરુણા વિહાર સદન ખાતેની છાત્રાઓને ફળ વિતરણ અને ઉદયનગર પાછળ ઝૂંપડપટ્ટીમાં જરૂરતમંદોને માટલાં વિતરણ કરાયું હતું, જેમાં માધવી ચૈનાની, પ્રીતિબા સોઢા, સોનલ શર્મા વિ. જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer