કુકમામાં જીપકાર ચડાવી વૃદ્ધની હત્યાનો પ્રયાસ

ભુજ, તા. 26 : તાલુકાના કુકમા ગામે ગામના ફિલ્મીઢબે હુમલો કરી માથે સ્કોરપીયો જીપકાર ચડાવી દેવા સાથે વૃદ્ધ વયના જુવાનાસિંહ આમાસિંહ સોઢા (ઉ.વ.80)ની હત્યાનો પ્રયાસ કરાયો હોવાનો કિસ્સો પોલીસ દફતરે ચડયો છે. કુકમાના ભોગ બનનારા આ પ્રૌઢના પુત્ર ઉદયાસિંહ દ્વારા ગઇકાલે સાંજે થયેલા આ જીવલેણ હુમલા બાબતે મૂળ નખત્રાણા તાલુકાના રવાપર ગામના અને હાલે કુકમા રહેતા કુલદીપાસિંહ હનુભા રાઠોડ અને અજીતાસિંહ જેઠુભા જાડેજા સામે ખૂનની કોશિશ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ સંબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે બન્ને આરોપી સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત હુમલા માટે નિમિત્ત બની હતી. તહોમતદારોએ પૂર્વયોજીત કાવતરું રચીને તેમની જી.જે.12-બી.એમ.-3806 નંબરની મહિન્દ્રા સ્કોરપીયો જીપકાર વૃદ્ધ વયના જુવાનાસિંહ સોઢા ઉપર ચડાવી હતી. જેના કારણે આ ભોગ બનનારને જમણા પગમાં ફ્રેકચર સહિતની જીવલેણ બની શકે તેવી ઇજાઓ થઇ હતી. બનાવની જાણ થતાં પદ્ધરના તપાસનીશ ફોજદાર વાય.પી. જાડેજા સ્ટાફના સભ્યો સાથે સ્થાનિકે અને હોસ્પિટલ દોડી ગયા હતા. ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ પણ સ્થિતિના જાતનિરીક્ષણ માટે સ્થાનિકે દોડી ગયા હતા. કોકલિયામાં કુહાડીથી હુમલો બીજીબાજુ માંડવી તાલુકાના કોકલિયા ગામની સીમમાં સુખદેવાસિંહ જખરાજી જાડેજા (ઉ.વ.55) ઉપર કુહાડી અને લાકડી વડે હુમલો કરાયો હતો. આ બાબતે પોલીસ સમક્ષ લખાવાયેલી કેફિયત મુજબ ગામના ભુપેન્દ્રાસિંહ ચંદુભા જાડેજા અને તેના પુત્ર મયૂરાસિંહ તથા ધીરૂભા બચુભા અને રાજેન્દ્રાસિંહ બચુભા અને પ્રતિપાલાસિંહ ધીરૂભાએ  તેમની વાડીએ બોલાવીને આ હુમલો કર્યો હતો. ગઢશીશા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગંજી પહેરી ફરવા મામલે હુમલો દરમ્યાન મુંદરા નજીકના બારોઇ ખાતે મારુતિનગરમાં ગંજી પહેરીને જાહેરમાં ફરવાના મામલે મૂળ ગાંધીધામના કલ્પેશ બ્રીજમોહન શર્મા (ઉ.વ.32) ઉપર બેઝબોલના ધોકા વડે હુમલો કરાયો હતો. મુન્નો ઉર્ફે પ્રદ્યુમનાસિંહ, શકિતાસિંહ જાડેજા, પ્રહલાદાસિંહ તથા તેમની સાથે ચારેક અજાણ્યા શખ્સે આ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer