ઈ-સંજીવની ટેલિમેડિસીન પોર્ટલમાં 16 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જોડાયા

ભુજ, તા. 26 : કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કચ્છના અંતરિયાળ ગામના દર્દીઓને પણ નિષ્ણાત તબીબોના સલાહ-માર્ગદર્શન મળે તે માટે જિલ્લાના 16 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઈ-સંજીવની ટેલિમેડિસીન પોર્ટલનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નિષ્ણાત તબીબો દ્વારા ટેલિમેડિસીનથી દર્દીઓને તેમની બીમારી સબબ જે કંઈ મૂંઝવતા સવાલો હોય તેના વિશે સચોટ માર્ગદર્શન આપી રહ્યા છે. સારવારમાં નવા નવા તકનિકી ઓપ્શનનો ઉપયોગ કરી પ્રવર્તમાન સ્થિતિમાં અંતરિયાળ વિસ્તારના લોકોને પણ તબીબી સલાહ મળે તેવી વ્યવસ્થા ગોઠવાયાનું જિલ્લા વિકાસ અધિકારીએ પાઠવેલી યાદીમાં જણાવાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer