લાળ પર પ્રતિબંધથી ક્રિકેટ કંટાળાજનક બની જશે: સ્ટાર્ક

મેલબોર્ન, તા. 26 : ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનું માનવું છે કે દડાને ચમકાવવા માટે ઉપયોગમાં લેવાતી લાળ પર જો પ્રતિબંધ મુકાશે તો ક્રિકેટ કંટાળાજનક બની જશે. સ્ટાર્કે કહ્યંy કે જો બોલ અને બેટ વચ્ચે સંતુલન બનાવી રાખવામાં નહીં આવે તો ક્રિકેટનો રોમાંચ જ ખતમ થઇ જશે. આથી ભવિષ્યમાં ઝડપી બોલિંગ કરવા ઇચ્છુક યુવા ખેલાડીઓને પણ હતોત્સાહિત કરશે. અમે બોલરો એક તરફી મુકાબલો નથી ઇચ્છતા. આથી કાંઇક રસ્તો કાઢવો પડશે. જેથી બોલ સ્વિંગ થઇ શકે. જો આવું નહીં થાય તો લોકો ક્રિકેટ જોવા આવશે નહીં અને નવી પેઢી બોલર બનવા માંગશે નહીં. સ્ટાર્ક જણાવે છે કે પાછલા કેટલાક વર્ષોથી અમારા ઓસ્ટ્રેલિયાની પિચો પણ સપાટ થઇ ગઇ છે. એમાં જે દડો સીધો જશે તો તો ક્રિકેટ બેટધરો તરફી અને કંટાળાજનક બની જશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે અનિલ કુંબલેના નેતૃત્વ હેઠળની આઇસીસીની ક્રિકેટ કમિટિએ કોરોના વાઇરસની મહામારીને ધ્યાને રાખીને દડા પર લાળનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવાની ભલામણ કરી છે. જે સામે સ્ટાર્ક કહે છે કે તો બોલરોને બીજી રીતે દડો ચમકાવવાની છૂટ આપવી જોઇએ. હાલ સ્થિતિ સમાન્ય નથી. આથી આ નિયમ લાગુ કરવામાં આવે તો બોલરોને વિકલ્પ આપવો પડશે. સ્ટાર્કે એમ પણ કહ્યંy કે હું ભારત સામેની આગામી ટેસ્ટ શ્રેણીના ઇંતઝારમાં છું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer