ભચાઉના ગ્રામીણ વિસ્તારમાં સુચારુ પાણી વિતરણને અગ્રતા અપાશે

ભચાઉ, તા. 26 : ગરમી ટાંકણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થતાં અહીંની પાણી પુરવઠા કચેરીએ સરપંચ-ગામ આગેવાનો, તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપ સંગઠન પાંખના આગેવાનોએ કાર્યપાલક ઈજનેર સમક્ષ રજૂઆત કરી હતી. પુરવઠાનું મુખ્ય પાત્ર વાલ્વમેન જે 50ની સંખ્યામાં છે. તેમને હાજર રખાયા હતા. ભચાઉ પાણી પુરવઠા કચેરી ખાતે કાર્યપાલક ઈજનેર એસ. આર. ઉદેનિયાની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં 30 જેટલા ગામમાં પીવાનું પાણી અપૂરતું, અનિયમિત મળતું હોવાની રજૂઆત ભચાઉ?તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજાએ ગામ આગેવાનો તરફથી કરી. ગેરકાયદે પાણીના જોડાણ કપાય એવી વિવિધ ગામ આગેવાનો, સરપંચોની મળેલ ફરિયાદોના હવાલાથી જણાવાયું હતું. કાર્યપાલક ઈજનેર શ્રી ઉદેનિયાએ વાલ્વમેન દ્વારા ચોક્કસાઈપૂર્વકની સમય-સયમ મુજબ વાલ્વ બંધ કરાય એવી સૂચના આપી હતી. પ્રાયોગિક તબક્કામાં નેર, બંધડી, અમરસર પાણી પુરવઠો પૂરો પહોંચે તે માટે કારખાનાનું ચોક્કસ સમય માટે પાણી બંધ રખાશે. વોંધડા, કરમરિયાથી આગળ પાણી પહોંચતું નથી. આવું જ વાંઢિયા, મોડપર, ગોડપરનું છે.પ્રારંભિક ગામડાંમાં પાણી આવે આગળ બંધ થઈ જાય છે. આ બેઠકમાં ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, પૂર્વ પ્રમુખ અને વિજપાસર સરપંચ જનકસિંહ જાડેજા, જંગી સરપંચ રણછોડ કાનાભાઈ આહીર, વાંઢિયા સરપંચ કૃષ્ણપાલસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. અત્રે નોંધીએ તો કોરોના સંક્રમણ બાદ ગામેગામ મુંબઈગરા આવ્યા હોવાથી પાણીની માંગ વધી છે. નાના ઔદ્યોગિક એકમો-કારખાના પાણી પી જતા હોવાથી સમસ્યા ઊભી થવા પામી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer