વિશ્વકર્મા સમાજને માટે પણ ખાસ આર્થિક પેકેજ ફાળવવા માગણી

ગાંધીધામ, તા. 26 : કોરોનાથી થયેલી નુકશાનીમાં અર્થતંત્રને ઉભુ કરવા સરકાર દ્વારા જારી કરાયેલા રાહતપેકેજમાં વિશ્વકર્મા  સમાજના મજુરી કરતા લોકો ભુલાયા હોવાનું જણાવી તેમના માટે રાહત જાહેર કરવા અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ મહાસભા દ્વારા વડાપ્રધાન અને  રાષ્ટ્રપતિ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે બાંધકામ ક્ષેત્ર માટે મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી મજુરોમાટે પણ પેકેજમાં જોગવાઈ કરવા અનુરોધ   કરવામાં આવ્યો છે. આ સમાજના મજુરો નાની નાની કંપનીઓમાં મજુરી કરે છે. રોજંદાર તરીકે કામ કરતા મજુરોનું પી.એફ પણ કપાતું નથી તથા ફેકટ્રી એકટના લાભથી પણ  વંચીત હોય છે. સમાજ મજુરી કરીને ગુજરાન ચલાવે છે. મહીને મામુલી રકમ મળતી હોય છે. તે મ છતા કોઈની સામે હાથ ફેલાવતા નથી.  હાલ સંકટના સમયમાં વિશ્વકર્મા સમાજ માટે તુંરત પેકેજ જાહેર કરવા ભારપુર્વકની માંગ કરાઈ છે.ઈપીએફ એકટ તળે શ્રમિક નિવૃત થાય તો તેને પ00 થી  2000 સુધી પેન્શન મળે છે. મોંધવારીના સમયમાં આ રકમમાં જીવન નિર્વાહ થાય નહી જેથી પેન્શનની રકમ પાંચ હજાર સુધી કરવા માંગ કરાઈ હોવાનું રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશ રાઠોડે જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer