ગાંધીધામ તાલુકામાં કોરોનાથી બચવા માટે દવા, ઉકાળાનું કરાયું વિતરણ

ગાંધીધામ, તા. 26 : સંકુલમાં ભકિતધામ અગરબત્તી પરિવાર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીમાં લોકોને વિના મૂલ્યે આરોગ્ય લગતી સેવા આપવાસાથે કડું-કરિયાતું તથા ઉકાળાનું વિતરણ કરાયું હતું. સંસ્થાના વૈદ લક્ષ્મીચંદ ક્રીપલાણીએ ગોપાલનગર, અંતરજાળ-શિણાય રોડ  સહિતના સ્થળોએ  કોઈ પણ પ્રકારના ચાર્જ વિના  આરોગ્યલક્ષી  માર્ગદર્શન આપી દવા આપી હતી. આ ઉપરાંત તેઓએ કોરોના મહામારી વચ્ચે સેવા  બજાવતા પોલીસ જવાનોને  રોગ  પ્રતિકારક શકિત વધારવા માટે દવા વિતરણ કરી હતી. ડાયાબિટીશ, બ્લડ પ્રેશર, ગેસ, એસીડીટી, કમર-પગનો દુખાવો  જેવી બિમારીઓની સારવાર આયુર્વેદિક પધ્ધતિથી આપવામાં આવે છે. વ્યસન મુકતિ માટે જરૂરી પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યમાં વીણાબેન, આશિષભાઈ, રીશી સેવા આપી રહ્યા છે. રોગ  સંબંધી તથા વ્યસન  મુકિત માટે જરૂરી સલાહ અને માહિતી માટે  વૈધ લક્ષ્મીચંદ મો. 9428898106 ઉપર સંપર્ક કરવા ગળપાદરના ભરતસિંહ જાડેજાએ એક યાદીમાં જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer